બજારના ખાખરા ટકે છે કારણ કે એમાં કંઈક ઉમેરેલું હોય છે. અમારા ટકે છે એની શેકવાની રીતથી અને તમે કેવી રીતે સાચવો છો એનાથી.
૧. હંમેશા એર-ટાઈટ
જે દિવસે આવે એ જ દિવસે સ્ટીલ કે કાચના ડબ્બામાં કાઢી નાખો. પ્લાસ્ટિકની થેલી દર વખતે ખોલો ત્યારે થોડી હવા જાય છે, અને એટલી હવા પૂરતી છે.
૨. ગેસથી દૂર રાખો
ગરમી નહીં, વરાળ દુશ્મન છે. ગેસ ઉપરના ખાનામાં દર વખતે ભેજ પહોંચે છે. રસોઈથી દૂરનું કબાટ સારું.
૩. ફ્રિજમાં ક્યારેય નહીં
ફ્રિજમાં ભેજ હોય છે. બહાર કાઢ્યાના એક કલાકમાં ખાખરા ચામડા જેવા થઈ જાય. રૂમ ટેમ્પરેચર, સૂકું, અંધારું.
૪. પીરસતાં પહેલાં ગરમ કરો
નરમ પડી ગયા હોય તો ધીમા તાપે સૂકી તવડી પર ત્રીસ સેકન્ડ — કડકપણું પાછું આવી જશે. માઈક્રોવેવ ન વાપરો.